પરીક્ષાની સાયકોલોજી અમને ના સમજાય !ગુજરાતીમાં જોડણી ખોટી પડે,
ને અંગ્રેજી આગળ મગજ તરફડે,
પછી ગણિતની ગૂંગળામણ આવી ચડે,
સંસ્કૃતના શ્લોકો અંદરોઅંદર બબડે,
વિજ્ઞાનના પ્રયોગો એકબીજા સાથે ઝગડે,
હિન્દી દૂર રહીને ગેરહાજરી દેખાડે,
ખરા સમયે ઇતિહાસ યાદ ના આવે.
ફિઝિક્સના નિયમો તો ફિક્સ થઈ જાય,
પણ અર્થશાસ્ત્ર અજાણ્યું રહી જાય,
કેમિસ્ટ્રીના કેમિકલ્સ ભેળસેળ થઇ જાય,
બાયોલોજી મનના ખૂણામાં જ રહી જાય,
સોશિયોલોજીનો સમાજ અલગ પડી જાય,
ફિલોસોફી તો બીજા વિષયો સાથે અથડાય.
'યારા' માર્કસના માયાજાળમાં વિદ્યાર્થી ગૂંચવાય,
વિષયોની વિવિધતામાં મન ચકડોળ બની જાય.
આર્ટસ,સાયન્સ,કોમર્સની દરેકની આ વ્યથા,
પરીક્ષાની સાયકોલોજી અમને ના સમજાય !
~ યાજ્ઞિક રાવલ