My App is available, click to download 👉🏻 Download App
Yagnik Raval

યાજ્ઞિક રાવલ



આ રાજનીતિ આપણને નહિ ફાવે !

એક દી નેતા બનવાનો વિચાર આવે,
બનીને નેતા ,કરીએ દેશ અને સમાજ સેવા .
પણ બીજી જ ક્ષણે વિચાર આવે 
"આ રાજનીતિ આપણને નહિ ફાવે ! "

ડીબેટમાં આપસમાં સામસામે ઝઘડતા,
ને પાછા ભેગા બેસીને ચા પીતા.
આ રાજનીતિ આપણને નહિ ફાવે !

નેતાઓની જેમ જૂઠા વચનો આપતા,
ને સમય આવે મોં ફેરવી દેતા !
આ રાજનીતિ આપણને નહિ ફાવે !

પોતાના સ્વાર્થ માટે કાયદાનો ડર બતાવતાં,
ને નિર્દોષ લોકોને બલિના બાંકડે બેસાડતાં !
આ રાજનીતિ આપણને નહિ ફાવે !

લોકો સામે જૂઠુંય બોલવું પડે,
ને પોતાના જ આપણને નડે,
વાર -પલટવારની આ રાજનીતિ આપણને નહિ ફાવે !

"યારા" નેતા કરતાં બનીએ કવિ, લેખક, કે સાહિત્યકાર,
ને સમાજ તથા રાષ્ટ્રને આપીએ સમૃદ્ધિનો આકાર !

~ યાજ્ઞિક રાવલ "યારા" 

About the Author

નમસ્તે, હું છું યાજ્ઞિક રાવલ.. અને Yagnik-Raval.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે... ધન્યવાદ

Post a Comment

Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.