અમે એમના ગુણગાન ગાતા રહ્યા !
અમે તો મિત્રતા સમજતા ગયા,
તે શત્રુતાના સથવારે ચાલતા રહ્યા !
રગ રગમાં એક છે લોહી તે ભૂલી ગયા,
સ્વજનોને જ એ દુઃખ આપતા રહ્યા !
માણસો બદલાયા ,પેઢી બદલાઈ,
પણ શત્રુતા મિત્રતામાં ના બદલાઈ !
અમે ક્યાં એમને 'યારા' બનાવવા માગતા હતા,
અમે તો તેઓ શત્રુતા ભૂલે એ ઈચ્છતા હતા !
~ યાજ્ઞિક રાવલ ✍🏻