My App is available, click to download 👉🏻 Download App
Yagnik Raval

યાજ્ઞિક રાવલ



કેટલાક લોકો એવા પણ છે…

કેટલાક લોકો એવા પણ છે,
જે માનવતાની સીમા ઓળંગી જાય છે !

મૃગજળની જેમ તે,
આજની નારીને છેતરી જાય છે !
કેટલીય દ્રૌપદીના ચીરહરણ થાય છે !

ખેંચાય છે તમારા વસ્ત્ર,
દ્રૌપદી ઉઠાવો હવે શસ્ત્ર !

યુધિષ્ઠિરના સત્યને શસ્ત્ર બનાવીને,
સાચવો પોતાના સન્માનને !

ઉઠાવો અર્જુનનું ગાંડીવ ધનુષ્ય,
ને હણી નાખો દુષ્ટ મનુષ્ય!

ઉઠાવો ભીમની ગદા,
કરો વધ ,જે ભૂલ્યું મર્યાદા !

ઉઠાવો નકુલ-સહદેવની તલવાર,
ને કરો દુષ્ટો પર પ્રહાર !

ઉઠાવો શ્રીકૃષ્ણનું સુદર્શન,
છીનવી લો દુષ્ટોનું જીવન !

દ્રૌપદી ઉઠાવો હવે શસ્ત્ર,
ને શરૂ કરો મહાભારત !

~ યાજ્ઞિક રાવલ ✍🏻

About the Author

નમસ્તે, હું છું યાજ્ઞિક રાવલ.. અને TheYagnik.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે... ધન્યવાદ

Post a Comment


Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.