Follow me on 𝕏, click to Follow me on 𝕏 👉🏻 Follow me on 𝕏
Yagnik Raval

યાજ્ઞિક રાવલ



પડછાયાઓ વચ્ચે અટવાતો માણસ !

પડછાયાઓ વચ્ચે અટવાતો માણસ !

એક નહિ અનેક છે પડછાયા !
દુઃખના જ નહિ, સુખના પણ હોય છે પડછાયા !
સત્યની શોધમાં નીકળેલો માણસ,
વૃક્ષના મૂળમાં સત્ય શોધતો માણસ !
આશા-નિરાશા વચ્ચે અથડાતો માણસ !
પડછાયાઓ વચ્ચે અટવાતો માણસ !

પ્રેમમાં પાંગરતો માણસ,
વિરહની વેદનામાં તરફડતો માણસ !
અજ્ઞાનમાં વિજ્ઞાન શોધતો માણસ,
હજારો પ્રકાશવર્ષ દૂર દેખતો માણસ,
અંધકારમાં પણ પ્રકાશ પાથરતો માણસ !
પડછાયાઓ વચ્ચે અટવાતો માણસ !

જાત જાતના પડછાયાઓ વચ્ચે અટવાતો માણસ,
શું અંતે પડછાયામાં ભળી જશે,
કે પડછાયો એને ભરખી જશે!
~ યાજ્ઞિક રાવલ 

About the Author

નમસ્તે, હું છું યાજ્ઞિક રાવલ.. અને Yagnik-Raval.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે... ધન્યવાદ

Post a Comment

Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.