My App is available, click to download 👉🏻 Download App
Yagnik Raval

યાજ્ઞિક રાવલ



દીવો

Yagnik Raval, યાજ્ઞિક રાવલ, દિવાળી, દીવો
દીવો

હું તમે પ્રગટાવેલ દીવો છું,
હું અંધકારમાં પ્રકાશતો રહું છું!

હું ક્યાં અંધકારને નડું છું,
હું તો ઝળહળતો રહું છું !

પૂછો અંધકારને, મારાથી કેમ ડરે છે?
હું તો મારું કર્તવ્ય નિભાવતો રહું છું !

અંધકારથી જ મને સન્માન મળે છે,
સૂર્ય સમક્ષ હું પણ ઝાંખો જ છું !

અંધકારનો અંત થઈ જ ના શકે "યારા",
છે એકબીજાના પૂરક અજવાળાં ને અંધારા !

~ યાજ્ઞિક રાવલ ✍🏻 

About the Author

નમસ્તે, હું છું યાજ્ઞિક રાવલ.. અને TheYagnik.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે... ધન્યવાદ

Post a Comment


Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.