આ જવાની તો જવાની છે,
આ જિંદગી પણ ક્યાં ટકવાની છે !
જો હસતા મોઢે એને આવકારી,
બનશે જિંદગી પણ ,દીવાની તમારી !
મૃત્યુ બાદ હર પલ, રજાની છે,
જીવી લો જિંદગી, મજાની છે !
આવશે એક દી, મોતની સવારી,
પૂરી થશે તમારી, ક્ષણોની સાલવારી !
ભૂલીને શત્રુતાને , બનાવો દરેકને "યારા",
ગમ કે ખુશીની હર ક્ષણ, જીવવાની છે !
~ યાજ્ઞિક રાવલ ✍🏻