Click on Follow to follow the blog 👉🏻 Follow
Yagnik Raval

યાજ્ઞિક રાવલ


જ્યારે મૌનમાં બંધ હતી આ લાગણીઓ…

યાજ્ઞિક રાવલ, Yagnik Raval
જ્યારે મૌનમાં બંધ હતી આ લાગણીઓ,
ત્યારે કોઈએ એના ખબરઅંતર પૂછ્યા'તાં ?

ઘરના બંધ દરવાજા પાછળ એ રડતી'તી,
ત્યારે કોઈએ એના આંસુ લૂછ્યા'તાં ?

એ તો લાગણીઓ થઈ થોડુંક વિચારતા,
જ્યારે અમે કવિતા લખતા શીખ્યા'તાં !

શબ્દરૂપે મૌનમાં બંધ લાગણીઓ થઈ આઝાદ,
ત્યારે કેટલાક એને 'લાગણીનો ઊભરો' કહેતાં'તા !

લાગણીઓ આઝાદ થઈ જ નથી 'યારા' ,
હજી કેટલાક લોકો એની ફરિયાદ કરતા'તાં !
~ યાજ્ઞિક રાવલ ✍🏻

About the Author

નમસ્તે, હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikRawal.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે... ધન્યવાદ

Post a Comment


Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.