My App is available, click to download 👉🏻 Download App
Yagnik Raval

યાજ્ઞિક રાવલ



પુરાવા આપો !

યાજ્ઞિક રાવલ, Yagnik Raval, Yagnik Rawal
સોશિયલ મીડિયા પર કોઈ જાહેરાત આપો,
કહો લોકોને કાં તો અખબારમાં છાપો,
ઈશ્વર, તમારા અસ્તિત્વના કોઈ પુરાવા આપો !

સત્ય જ છે જો ઈશ્વર,
તો સત્ય સામે કેમ ઉપડે તલવાર ?
કાં તો અજ્ઞાની માણસોને જ્ઞાન આપો.
ઈશ્વર, તમારા અસ્તિત્વના કોઈ પુરાવા આપો !

અન્યાયનો હંમેશા અંત થાય છે,
ને ન્યાયની હંમેશા જીત થાય છે.
તો અન્યાય આગળ ન્યાય કેમ ઝૂકે છે ?
અન્યાય સામે ન્યાયની મજબૂતાઈના પુરાવા આપો !

થાકી ગયો છું તમારું રટણ કરતાં,
મંદિરમાં તમે કેમ નથી મળતાં ?
કાં તો મારા પ્રશ્નોના ઉત્તર આપો,
કાં તો તમારી હાજરીના પુરાવા આપો !

આજનો માનવ પ્રત્યક્ષતામાં માને છે,
એટલે એ અસ્તિત્વનું પ્રમાણ માગે છે !
ઈશ્વર, તમારા અસ્તિત્વના કોઈ પુરાવા આપો !

~ યાજ્ઞિક રાવલ ✍🏻

(13/10/2024)

About the Author

નમસ્તે, હું છું યાજ્ઞિક રાવલ.. અને TheYagnik.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે... ધન્યવાદ

Post a Comment


Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.