My App is available, click to download 👉🏻 Download App
Yagnik Raval

યાજ્ઞિક રાવલ



રાવણ તો સળગે છે,પણ દુશાસન હજુ જીવે છે....

યાજ્ઞિક રાવલ, Yagnik Rawal, Yagnik Raval, રાવણ દહન પર કવિતા, વિજયાદશમી પર કવિતા
 રાવણ તો સળગે છે,
પણ દુશાસન હજુ જીવે છે !

આજનો રાવણ , દુશાસન કંઇક બબડે છે,
પણ કોણ સાંભળે, માનવ-માનવ ઝઘડે છે !

રાવણ , દુશાસન કહે છે ,
હું છું તમારી અંદર,
મારો અંત કરવો નથી સરળ !

ન્યાય માટે માનવ ભટકે છે,
અન્યાય આગળ સત્ય ઝૂકે છે !

બૂરાઈ તો કરી ગઈ છે ઘર,
સમાજમાં દૂષણ છે અટલ !

છે આ જ વાસ્તવિકતા આજની,
ને તમે કરો વિજયાદશમીની ઉજવણી !

રાવણ તો દર વર્ષે સળગે છે,
પણ દુશાસન હજુ જીવે છે !
~ યાજ્ઞિક રાવલ ✍🏻

(12/10/2024)


About the Author

નમસ્તે, હું છું યાજ્ઞિક રાવલ.. અને TheYagnik.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે... ધન્યવાદ

Post a Comment


Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.