ઈન્ટરનેટની ભીંતો વચ્ચે રહેવું ગમતું નથી…
ઈન્ટરનેટની ભીંતો વચ્ચે રહેવું ગમતું નથી ! ગૂગલ પર શોધીએ તે બધું મળતું નથી, યુટ્યુબનું જ્ઞાન પચતું નથી ! સોશિયલ મીડિયા પર સાચું જીવન ચમકતું નથી ! ઈન્ટરનેટની ભીંતો વચ્ચે રહેવું ગમતું નથી ! ફેસબુક પર ઘર જેવું ફાવતું નથી, ને રિલ્સ માં રિયાલિટી હોતી નથી, ઈન્સ્ટાના ઇન્જેક્શનનું દર્દ સહન થતું નથી ! સોશિયલ મીડિયા પર સાચું જીવન ચમકતું નથી! ટ્વીટર પર આપણે ટ્રેન્ડમાં આવતા નથી, વોટ્સએપ થી જીવનનું સ્ટેટસ બનતું નથી ! ને સ્નેપચેટ પર પણ કોણ સાચું છે ? ત્યાં તો ફિલ્ટર્સના ઉપયોગથી છલ થાય છે ! સોશિયલ મીડિયા પર સાચું જીવન ચમકતું નથી! ઈન્ટરનેટ ની ભીંતો વચ્ચે રહેવું ગમતું નથી ! ~ યા.રા.✍️ યા જ્ઞિક રા વલ 22/07/2024