શિક્ષણનું ઉદ્દેશ્ય જ્ઞાન કે માર્કસ શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખુબ જ ઉપયોગી છે,શિક્ષણ વ્યક્તિની , દેશની, તથા સમાજની ઉન્નતિ માટે ઘણી જ મહત્વની ભૂમિકા નિભાવે છે. આજના સમયમાં તો સરકાર દ્વારા RTE હેઠળ 6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર મળેલો છે. શિક્ષણનું સ્વરૂપ બદલાયું છે, પહેલા ગુરુકુલ હતા,અને આજે એની જગ્યાએ શાળા- કૉલેજ છે. પ્રાચીન સમયમાં જો આપણે શિક્ષણનું ઉદ્દેશ્ય જોઈએ તો જ્ઞાનપ્રાપ્તિનું હતું. અને એ સમયમાં વિદ્યાર્થી જોડે કેટલું જ્ઞાન છે એના પરથી જ એને ઓળખવામાં આવતો, અર્થાત્ જે વિદ્યાર્થી જોડે જ્ઞાન વધારે એને સમાજ માં નામ , કામ, સન્માન મળતું હતું. એટલે એમ કહી શકાય કે વિદ્યાર્થીની ઓળખ જ એનું જ્ઞાન હતું. એ સમયે પણ ભણવામાં હરીફાઈ હતી પણ જ્ઞાનની હરીફાઈ હતી ! એ સમયે શિક્ષણનું ઉદ્દેશ્ય જ્ઞાન આપવાનું હતું, અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું હતું. પરંતુ આજના સમયમાં જ્ઞાન કરતા વિદ્યાર્થીએ મેળવેલા માર્કસને વધારે મહત્વ આપ...